Budget 2021 Live Updates : નાણામંત્રી નિર્મલા સીતારમણ રજુ કરી રહ્યા છે બજેટ, જુઓ કોને-શું મળશે

 સંસદમાં રજુ બજેટ, કોંગ્રેસના નેતા વિરોધ નોંધાવવા કાળા કપડાં પહેરીને આવ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા પછી, કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી મળ્યા બાદ નાણામંત્રી બજેટ રજુ કરી રહ્યા છે..આ વખતનું બજેટ અન્ય બજેટ કરતા અલગ હશે કારણ કે તે અનેક પડકારો વચ્ચે રજુ થવા જઈ રહ્યું છે. શુક્રવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું જે મુજબ 2021-22માં દેશની આર્થિક પ્રગતિની ઝડપ 11 ટકા રહેવાની આશા છે. 

બજેટ રજુ થતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે. સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર પર જ કામ કરી રહી છે. બજેટથી આત્મનિર્ભર ભારત પેકેજને નવી દિશા મળશે. સાથે જ આપણે કોરોના મહામારીને અટકાવવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સફળ થશું.

 60 ,  1