નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશના સૌથી શક્તિશાળી મહિલા

જાણો બીજા નંબર પર શક્તિશાળી મહિલાનું નામ….

નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સૌથી શક્તિશાળી મહિલા છે. જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક તથા ચેરપર્સન નીતા અંબાણી બીજા નંબર પર છે. ફોર્ચ્યૂન ઈન્ડિયા તરફથી જારી ભારતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં આ ખુલાસો થયો છે. આ યાદીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન ત્રીજા નંબર પર છે. તો બાયોકોનની કાર્યકારી ચેરમેન કિરણ મજૂમદાર ચોથા અને ભારત બાયોટેકની સહ સંસ્થાપક તથા સંયુક્ત પ્રબંધ નિર્દેશક સુચિત્રા ઈલા 5માં નંબર પર છે.

ફોર્ચ્યૂને સીતારમણ અંગે કહ્યું કે તે માર્ચ 2020માં લોકડાઉન લાગૂ થયાના 36 કલાકમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરનારી પહેલી કેન્દ્રીય મંત્રી છે. તે સમયે પૂરો દેશ કોરોનાને પહોંચી વળવા અને અર્થવ્યવસ્થા સુધાર સંબંધી સરકારી યોજનાઓ અંગે જાણવા માંગતો હતો. તે સમયે તેમણે પોતાની નાણામંત્રીની જવાબદારી સમજી તેને સારી રીતે નિભાવી.

નીતા અંબાણી અંગે કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2020માં લોકડાઉન દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની મેનેજિંગ ટીમની સાથે બેસીને જાણ્યું કે ગરીબ કેટલો અસરગ્રસ્ત થશે. આ બાદ તેમણે મુંબઈમાં બીએમસીની સાથે મળીને ટીમ બનાવી જેને 50 બેડની કોરોના હોસ્પિટલ બનાવવાની જવાબદારી હતી. એ બાદ તેની ક્ષમતા વધારીને 2 000 બેડ કરી દેવામાં આવી. ઓક્સીજન સપ્લાય પણ વધાર્યો અને સારવાર પણ ફ્રીમાં કરી હતી.

ટોપ 10માં આ મહિલાઓ પણ આ સ્થાન પર છે

  • અરુંધતિ ભટ્ટાચાર્યા ચેરપર્સન, સેલ્સફોર્સ ઈન્ડિયા
  • ગીતા ગોપીનાથ મુખ્ય અર્થશાસ્ત્રી, આઈએમએફ
  • ટેસી થોમસ મહાનિર્દેશક, એયરોનોટિક્સ સિસ્ટમ્સ, ડીઆરડીઓ
  • રેખા એમ મેનન, ચેરપર્સન, એક્સેન્ચર ઈન્ડિયા
  • રેડ્ડી સિસ્ટર્સ એપોલો હોસ્પિટલ્સ

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી