September 26, 2022
September 26, 2022

નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે બજેટ, શું મળશે જનતાને

નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 2.0 નું પ્રથમ પૂર્ણ બજેટ સંસદ ભવનમાં રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સવારે 11 વાગે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે વિશ્વાસ હોય તો કોઇ રસ્તો નિકળે છે. આગામી થોડા વર્ષોમાં અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યૂ ઇન્ડીયા પર ભાર મુક્યો છે. દેશનો દરેક વ્યક્તિ પરિવર્તન અનુભવી રહ્યો છે. હાલમાં આ છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા છે, જોકે પહેલાં 11મા નંબર પર હતી.

નાણા મંત્રીએ કહ્યું કે મુદ્વા લોન દ્વારા લોકોની જીંદગીમાં પરિવર્તન આવ્યું છે. સરકારી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવીશું. દેશને પ્રદૂષણ બનાવવાનું લક્ષ્ય છે.

  • ટેક્સ પેયરને આશા
    બજેટ પહેલાં ટેક્સપેયરને આશા છે કે ટેક્સમાં છૂટ વધારવામાં આવે, ટેક્સ સ્લેબ બદલાઇ, સેક્શન 80C ની લિમિટ વધે, LTCG ટેક્સ દૂર થાય, રોકાણ પર ટેક્સ છૂટ મળે, હોમ લોનનો બોજો ઓછો થાય, કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવે અને બિઝનેસ કરવો સરળ બનાવવામાં આવે.
  • બજેટ 2019: વર્ષ 2014થી 2018ના બજેટમાં મોદી સરકાર પાસેથી એજ્યુકેશન સેક્ટરમાં શું મળ્યું ખાસ, અહીં જાણો
  • 80C ની રોકાણ પર છૂટ સીમા વધશે
  • સૂત્રોના અનુસાર સરકાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ઇનકમ ટેક્સ અધિનિયમની સેક્શન 80C ની રોકાણ સીમાને વધારી શકે છે. અત્યાર સુધી 80C હેઠળ 1 લાખ 50 હજાર રૂપિયાના રોકાન પર ટેક્સ છૂટ મળે છે. તેને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.
  • રેલવેને ભેટ
  • આ બજેટ 2019માં ટ્રેનોની ગતિ અને વધારવાની મોટી જાહેરાત થઇ શકે છે. જોકે Railway મિનિસ્ટ્રી ‘મિશન રફતાર’ હેઠળ રેલગાડીઓની ગતિને વધારવા પર કામ કરી રહી છે. રેલવેનો પ્રયત્ન છે કે મુખ્ય રેલ માર્ગો પર રેલગાડીઓની ગતિને 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવામાં આવે. બજેટમાં આ પ્રોજેક્ટ માટે સારા પૈસા આપવાની આશા છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી