September 19, 2021
September 19, 2021

નાણાં મંત્રાલયે Infosysના CEOને પાઠવ્યું સમન્સ

એક્શન મોડમાં આવ્યું નાણાં મંત્રાલય, જાણો શું છે સમગ્ર મામલો

નાણાં મંત્રાલયે ટેકનોલોજી કંપની ઈન્ફોસિસના MD અને CEO સલિલ પારેખને સમન પાઠવ્યું છે. ઘણા સમયથી આવકવેરા વિભાગનાં ઈ-ફાઈલિંગ પોર્ટલમાં સમસ્યાઓ સામે આવી રહી છે. નોંધનીય છે કે, દેશનાં નાણામંત્રી તરફથી ઘણી વાર આ ખામીઓને દૂર કરવા માટે ઈન્ફોસિસને નિર્દેશ આપવામાં આવ્યા છતાં આ ખામીઓ દૂર થઈ રહી નથી ત્યારે નાણાં મંત્રાલય હવે એક્શનમાં આવ્યું છે.

આયકર વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર ઈન્ફોસિસનાં MD અને CEO સલિલ પારેખને સોમવારે બોલાવવામાં આવ્યા છે. એક તરફ જ્યાં વારંવાર પોર્ટલ પર સમસ્યાઓ સામે આવી રહી હતી ત્યારે 21 ઓગસ્ટથી તો પોર્ટલ જ ગાયબ છે, જે બાદ આ એક્શન લેવામાં આવ્યું છે.

આ અગાઉ કેટલાક મહિનાઓથી નાણામંત્રી નિર્મલા સિતારમણ સતત આ સમસ્યાને ઉઠાવ્યા રહ્યા છે. અઢી મહિના પહેલા જ તેમણે ઈન્ફોસિસને સમસ્યા માટે ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું સતત ઈન્ફોસિસને આ સમસ્યા પર ધ્યાન અપાવી રહી છું અને ઈન્ફોસિસનાં પ્રમુખે આશ્વાસન આપ્યું છે કે થોડા દિવસ બાદ સમસ્યાનો હલ આવી જશે.

નોંધનીય છે કે આયકર વિભાગ દ્વારા નવું પોર્ટલ સાત જૂને શરૂ કરવામાં આવ્યું હતું અને જ્યારથી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી જ તેમાં સમસ્યાઓ દેખાઇ રહી છે. સરકારે વર્ષ 2019માં જ ઈન્ફોસિસ સાથે આ મુદ્દે કરાર કર્યો હતો અને તે માટે સરકારે ઈન્ફોસિસને 2019થી 2021 વચ્ચે 164.5 કરોડ રૂપિયા પણ ચૂકવ્યા છે.

 116 ,  1