September 18, 2021
September 18, 2021

જાણો, ગુજરાતમાં કેટલા લોકો વપરાશ કરે છે ઈન્ટરનેટ

નેટયુગમાં ગુજરાત પણ નથી પાછળ, આટલો વધ્યો વપરાશ….

આજના ઈન્ટરનેટ જમાનામાં સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે જેને પગલે કોરોના કાળમાં ઈન્ટરનેટ આશીર્વાદ બન્યો હતો કેમ કે, લોકો પોતાનું ઓફિસ કામ ઘરે થી કરતા અને કામ ન હોય તો મનોરંજન માટે પણ Internetનો ઉપયોગ કરે છે જેના પરિણામે સમગ્ર વિશ્વમાં નેટ યુઝર્સ સતત વધી રહ્યા છે.

માર્ચ 2021માં ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના 1.54 કરોડ અને શહેરી વિસ્તારોમાં 3.50 કરોડ વપરાશકર્તા મળી રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા 5.05 કરોડ થયા છે. ગુજરાતની અંદાજિત વસ્તી 6.40 કરોડ માનવામાં આવે છે, તેમાંથી 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે.

ભારતમાં નેટ યુઝર્સ વધવાનું મુખ્ય કારણ રિલાયન્સ જિયો છે કારણ કે પાંચ વર્ષ પહેલા લોન્ચ થયું ત્યારે અત્યંત સસ્તું ઈન્ટરનેટ આપવાની શરૂઆત કરી હતી. તેના પરિણામે આજે આખું ગુજરાત ઓનલાઈન હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે 4Gનો અભૂતપૂર્વ ઉદ્દભવ જોયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા ભાવે આસાનીથી ડેટા પણ ઉપલબ્ધ થયો છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં Internet-ઇન્ટરનેટની જરૂરિયાતમાં જોરદાર વધારો થયો હતો.

માનો કે ન માનો પણ વર્ષ 2016માં જિયો લોન્ચ થયું એ પછી પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા 2.5 ગણા વધ્યા છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે વર્ષ 2016માં ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા બે કરોડથી થોડા ઓછા હતા. જ્યારે માર્ચ 2021ની સ્થિતિએ ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા વધીને 5.05 કરોડ થયા છે.

 48 ,  1