જાણો ક્રિકેટના ભગવાનની કેટલી છે આવક…?

આજે પણ વિરાટથી કમ નથી કમાણી સચીનની , કરોડોમાં રમે છે….

સચિન તેંડુલકર… આ નામ સામે આવે એટલે આંખોની સામે 5 ફૂટ 5 ઈંચનો, કર્લી વાળવાળો વ્યક્તિ સામે તરી આવે. સચિન તેંડુલકરે પોતાની 24 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. ક્રિકેટના મેદાન સિવાય જાહેરખબરની દુનિયામાં તેમનો ડંકો વાગ્યો અને આજે પણ તે યથાવત છે. 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા સચિન આજે પણ દુનિયાના સૌથી અમીર એથ્લેટમાંથી એક છે. દેશ અને વિદેશની અનેક બ્રાંડની સાથે સચિનના કરાર છે.

“માસ્ટર બ્લાસ્ટર” તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની 2020ની કુલ સંપત્તિ લગભગ 834 કરોડ રૂપિયા હતી અને તેમાં વધારો થઈ રહ્યો છે. તેમની કુલ સંપત્તિનો એક મોટો ભાગ ક્રિકેટમાંથી આવ્યો, જ્યારે તેમણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને નફો મેળવ્યો.આ વિશાળ આંકડો સાબિત કરે છે કે તેંડુલકર હજુ પણ દેશની સૌથી મોટી બ્રાંડમાંથી એક છે અને ક્રિકેટની પીચ પર પોતાની સિદ્ધિઓનો તેમને ફાયદો મળી રહ્યો છે. સચિન કોકા કોલા, એડિડાસ, બીએમડબલ્યૂ ઈન્ડિયા, તોશિબા, જિલેટ અને અનેક જાણીતી બ્રાંડ સાથે જોડાયેલો રહ્યા.

મળતી માહિતી મુજબ ,સચીન તેંડુલકરે એકલા કોકા કોલાની સાથે કરારથી 2011-2013ની વચ્ચે 1.25 મિલિયન ડોલરની કમાણી કરી. સચિન આ દરમિયાન ક્રિકેટમાં એક્ટિવ હતા અને બ્રાંડ એન્ડોર્સમેન્ટથી 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે ,ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી BCCIને દર મહિને 50 હજાર રૂપિયા પેન્શન તરીકે મળે છે. તેંડુલકરને સર્વોચ્ય સન્માન ભારત રત્ન પણ મળી ચૂક્યો છે. અને તેનાથી દર મહિને પેન્શન તરીકે તેમને સારી રકમ મળે છે.એટલું જ નહીં તેંડુલકરને પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી, અર્જુન એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. સચિન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે અને જોકે તે આઈકોનના રૂપમાં ફ્રેન્ચાઈઝીનો ભાગ છે.

આ ઉપરાંત ,તેંડુલકરની પાસે મુંબઈના બ્રાંદ્રા પશ્વિમમાંથી એક વિશાળ પ્રોપર્ટી છે. તેમની હવેલીની અનુમાનિત કિંમત લગભગ 62 કરોડ રૂપિયા છે. તે સિવાય તેંડુલકરની મુંબઈના કોલાબામાં Tendulkar’s નામથી મુલુંડમાં Sachin’s નામની પ્રોપર્ટી છે.

 54 ,  1