જાણો સૈફ અલી ખાનની કેટલી સંપત્તિ… પણ બાળકોને નહીં મળે…

આ કારણો સર સંપત્તિ વહેંચી શકાશે નહીં….

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન શાહી પરિવારમાંથી આવે છે. હરિયાણામાં આવેલા પટૌડી પેલેસ અને ભોપાલમાં તેની અન્ય પૈતૃક સંપત્તિને મળીને એક્ટર પાસે કુલ 5 હજાર કરોડની સંપત્તિ છે. જોકે, શું તમે જાણો છો કે સૈફ અલી ખાન 5 હજાર કરોડની સંપત્તિમાંથી ચારેય બાળકોને એક રૂપિયો પણ નહીં આપી શકે? તમે એકદમ સાચુ વાંચ્યું.

સૈફ અલી ખાનને સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, તૈમૂર અને જેહ એમ ચાર બાળકો છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે પટૌડી હાઉસ સંબંધિત તમામ સંપત્તિ અને બાકીની સંપત્તિ ભારત સરકારના વિવાદાસ્પદ એનેમી ડિસ્પ્યૂટ એક્ટ હેઠળ આવે છે અને આ એક્ટ હેઠળ આવતી કોઈ પણ મિલકત અથવા સંપત્તિના વારસદાર હોવાનો દાવો કોઈ કરી શકે નહીં.

રિપોર્ટ્સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ એનેમી ડિસ્પ્યૂટ એક્ટનો વિરોધ કરવા માગે છે અને કોઈ પણ મિલકત અથવા સંપત્તિ પર દાવો કરવા માગે છે અને લાગે છે કે તે યોગ્યરીતે તેમની છે, તો તેમણે હાઈકોર્ટમાં જવું પડશે, તેમાં નિષ્ફળ જતાં આગળનો વિકલ્પ તેમને સુપ્રીમ કોર્ટમાં દોરી જશે અને અંતમાં ભારતના રાષ્ટ્રપતિ સુધી.

ઉલ્લેખનીય છે કે, સૈફને પહેલી પત્ની અમૃતાથી સારા અને ઈબ્રાહિમ એમ બે બાળકો છે જ્યારે કરીના કપૂર સાથેના બીજા લગ્નથી તૈમૂર અને જેહ છે. સૈફ અલી ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ઘણા વર્ષો બાદ ફરી એકવાર રાણી મૂખર્જી સાથે ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’માં જોડી જમાવવાનો છે. જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને શારવરી વાઘ પણ લીડ રોલમાં છે. એક્ટર છેલ્લે અર્જુન કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમ સાથે ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી