ભારતમાં દિગ્ગજ કંપનીઓના પોપ્યુલર સ્માર્ટફોન આઉટ ઓફ સ્ટોક, જાણો શું છે કારણ

સ્માર્ટફોન ખરીદવામાં તમારી બેટરી થઈ જશે ડાઉન

દેશમાં પોપ્યુલર સ્માર્ટફોન મોડલનો સ્ટોક સમાપ્ત થઈ રહ્યો છે. Xiaomi, Samsung, Apple અને Realme જેવી મોબાઈલની દિગ્ગજ કંપનીઓ પાસે હવે ફોન નથી બચ્યા, એટલું જ નહીં રિટેલ માર્કેટ હોય કે પછી ઓનલાઈન ઈકોમર્સ માર્કેટ બંને જગ્યા પર ફોનની અછત વર્તાઈ રહી છે.

અત્યારે ભારતમા સ્માર્ટફોનની જેટલી ડિમાન્ડ છે તેની સામે માત્ર 20થી 30 ટકા જ સપ્લાય થઈ રહ્યો છે, જાણકારી અનુસાર કંપનીઓએ દિવાળીના સમયમાં મોટા ભાગે ફોનના વેચાણ કર્યા પરંતુ હવે આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યા છે.

માર્કેટ રિસર્ચર IDC અનુસાર ડિસેમ્બર સુધીમાં માર્કેટમાં પ્રભાવિત થશે અને એક રિપોર્ટ અનુસાર હજુ તો ક્યારે આ સપ્લાય સારી થશે તેની કોઈ જાણકારી નથી. નોંધનીય છે કે આખા દુનિયામાં સેમીકંડકટર ચિપસેટની અછત સર્જાઇ છે. જેના કારણે આખા વિશ્વમાં સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને તકલીફ પડી રહી છે.

કાઉન્ટરપોઈન્ટ કંપનીના રિસર્ચ ડાયરેક્ટરે કહ્યું કે ભારતમા ચિપણી અછતનાં કારણે ખૂબ તકલીફ પડી રહી છે અને અત્યારે સપ્લાયનું ખૂબ જ પ્રેશર છે. એપલનાં IPHONE માં iPHONE 11ને છોડીને તમામ મોડલ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. સેમસંગનાં M અને S સિરિઝનો સ્ટોક ખૂટી પડ્યો છે જ્યારે શાઓમી અને રિયલમીનાં પણ આ જ હાલ છે. Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max, Redmi 10 Prime, Redmi Note 10T 5G અને Mi 10i સંપૂર્ણપણે આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી