જાણો કઈ શૈક્ષણિક સંસ્થાઓને NOCમાંથી અપાઈ મુક્તિ…?

29 શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર એનઓસી લેવાનું ફરજિયાત રહ્યું નથી

રાજ્યમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા રહેતા હોય છે .આ માટે ફાયર સેફટીના નિયમો બનાવવામાં આવ્યા છે .પરંતુ આ નિયમો જાણે ચોપડે લખાયેલા જ જોવા મળે છે ,આનું પાલન થતું બહુ ઓછું જોવા મળે છે .

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફાયરસેફ્ટીના નિયમોને વધુ અસરકારક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર ‘નો ઓબ્જેકશન સર્ટિફિકેટ’ લેવામાંથી મુક્તિ આપી હતી. તેમના આ નિર્ણયના પગલે ગાંધીનગરની 29 શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર એનઓસી લેવાનું ફરજિયાત રહ્યું નથી.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય જાહેર કરતાં મુખ્યમંત્રીએ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત -રીતે ફાયર ‘નો ઓબ્જેકશન સર્ટિફિકેટ’ જાતે મેળવી લેવા સૂચના આપી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં આવેલી 49 જેટલી શૈક્ષણિક સંસ્થાઓની ઊંચાઈ 9 મીટર કરતાં વધારે છે. આવી શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર એનઓસી લેવાનું ફરજિયાત રહેશે.

ઉલ્લેખનીય છે કે ,ગાંધીનગરમાં મોટાભાગની ખાનગી હોસ્પિટલો રહેણાક વિસ્તારોમાં ધમધમે છે. આવી હોસ્પિટલો દ્વારા હેતુફેર થયો હોવાથી નિયમ મુજબ ફાયર એનઓસી મળી શકે તેમ નથી. ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થતો હોવાથી ફાયર શાખા દ્વારા અવાર-નવાર ખાનગી હોસ્પિટલો સામે સીલિંગ સહિતની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જો કે, ખાનગી હોસ્પિટલો આ નિયમોને ગાંઠતી નથી અને રાજકીય દબાણ લાવીને ફાયર શાખા પાસે નમતું જોખાવે છે. થોડા સમય અગાઉ ફાયર શાખાએ બે ખાનગી હોસ્પિટલને સીલ માર્યા હતા. આ સીલ બારોબાર તોડી નંખાયા હતા સમગ્ર તંત્રએ આંખો બંધ કરી હોય તેવો માહોલ હતો.

આમ ,નિયમો કયારેક આપણને બચાવે પણ છે .જેની આપણે સહુએ નોંધ લેવી જોઈએ .

 51 ,  1