આગમાં સળગી જવા કરતા તેમાં ગૂંગળાઈ જવાથી શા કારણે તરત જ મોત થાય છે…જાણો

મહત્તમ ઘટનાઓમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને ગણાવાય છે. જ્યારે પણ આગ લાગવાને કારણે મોત થયાનું જાણવા મળેપરંતુ આ મોટ પાછળ પણ 2 કારણ હોય છે.

એક તો આગમાં સળગવાથી મૃત્યુ થાય છે અને આગમાં ફસાયા દરમિયાન બીજું ગૂંગળાઈ જવાબથી વ્યક્તિ નું મોટ નીપજે છે. બળવાથી કે સળગી જવાથી મોત થાય તેમાં શરીરની ચામડી, લોહી અને શરીર આગની લપેટમાં આવી જાય છે. એ સંજોગોમાં શરીરનો મોટો હિસ્સો બળી જાય તો મૃત્યુ થવાની આશંકા રહે છે.

બીજું કારણ ગૂંગળાઈ જવાથી જયારે મૃત્યુ થાય છે. ગૂંગળાઈ જવાનો અર્થ એ જરૂરી નથી કે માનવીના શરીરમાં ધુમાડો જાય અને ત્યારે તેનું મૃત્યુ થાય છે. ગૂંગળાઈ જવાનું કારણ બીજું પણ હોઈ શકે છે. ગૂંગળાઈ જવાને કારણે તરત જ મોત થાય એ પણ શક્ય નથી.

ભારતમાં ૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન એકત્ર કરાયેલા અહેવાલ મુજબ આ ચાર વર્ષ દરમિયાન આગ લાગવાની ઘટનાને કારણે ૧.૧૩ લાખ લોકોનાં મોત થયાં છે. તેનો અર્થ એ થાય કે રોજન દરમિયાન આ ઘટનામાં ૪૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આગ દરમિયાન ગૂંગળામણ શા કારણે થાય છે?

આગ દરમિયાન ફેલાતાધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વાયુને કારણે શ્વાસ રૂંધાય છે તેમજ આ વાયુ શરીરમાં જતા ઓક્સિજનના મળવાનું બંધ થઇ જાય છે. તેનાથી ફેફસાંમાં ઓક્સિજનનો જથ્થો ઓછો થવા લાગે છે. ફેફસાં ઓક્સિજનના સ્થાને આ વાયુને લોહીમાં પહોંચાડે છે. આ ગેસો શરીરમાં પહોંચવા લાગે છે. આ વાયુ શરીરમાં પહોંચતાં જ શરીના કોષો નબળા પાડવા લાગે છે જેને કારણે વ્યક્તિ નું મોત થાય છે

શરીર સામાન્ય પરિસ્થિતિ દરમિયાન ઓક્સિજન શરીરમાં ઉતારે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. જેને કારણે ઓક્સિજનની સાથે નાઇટ્રોજન અને બીજા ગેસો પણ શ્વાસમાં જાય છે. પરંતુ તે ઉચ્છ્વાસ દરમિયાન બહાર નીકળી જાય છે.

શરીરમાં ગયેલો ઓક્સિજન હીમોગ્લોબિનની સાથે મળીને લોહી દ્વારા શરીરના બીજા ભાગોમાં પહોંચે છે. શ્વાસ લેવાથી અને છોડવાનું કામ કરતા તમામ અંગો મળીને શ્વસનતંત્ર બને છે.

કોઈક સમયે આગ લાગે તેમજ મોટા જથ્થામાં ધુમાડો નીકળે છે. ધુમાડાનો જથ્થો અને તેનું ઝેર એ વાત પર નિર્ભર કરે છે કે આગ કેવું વસ્તુમાં લાગી છે. આગ દરમિયાન નીકળતા ધુમાડોએ શરીર અને શ્વસન તંત્ર પર ચાર પ્રકારે અસર થાય છે.

કેટલાક પદાર્થોમાં આગ લાવવાથી કાર્બન મોનોક્સાઇડ અને સાઇનાઇડ પણ બને છે તે દરમિયાન આ બને તત્ત્વ સૌથી ઝેરી બની જાય છે. જ્યારે શ્વાસ દ્વારા તે બંને વાયુ ફેફસાંમાં જાય છે ત્યારે શ્વસનતંત્રની સાથેસાથે અન્ય અંગોને નુકસાન થાય છે. સાથે સાથે શરીરની કોશિકાઓ ઝડપથી મરવા માંડે છે. જો ધુમાડામાં આ બંને કારક હાજર હોય છે, તો મોત થઇ શકે છે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર