September 23, 2021
September 23, 2021

દિલ્હીમાં LJPના સાંસદ પ્રિંસ રાજ વિરુદ્ધ રેપ કેસમાં FIR

પીડિતાએ મદદ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા

દેશની રાજધાની દિલ્હીમાં લોક જન શક્તિ પાર્ટી(LJP)ના સાંસદ પ્રિંસ રાજ પાસવાન વિરુદ્ધ બળાત્કાર કેસના મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ પોલીસે સાંસદની સામે કેસ દાખલ કર્યો છે. નોંધનીય છે કે, પ્રિંસ રાજ બિહારના સમસ્તિપુર બેઠકના સાંસદ છે.

ત્રણ માસ અગાઉ પીડિતાએ પીલસ મંથકમાં ફરિયાદ દાખલ કરી હતી પરંતુએ પોલીસે કેસ નોંધ્યો નહોતો જેને પગલે પીડિતાઓ મદદ માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેને કારણે કોર્ટે આદેશ આપ્યા બાદ પોલીસે 9 સપ્ટેમ્બરે સાંસદ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

પ્રિન્સ રાજ પાસવાન લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાનના પિતરાઈ ભાઈ છે જ્યારે કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ પાસવાનના ભત્રીજા છે.

પીડિતા દ્વારા કેટલાક સમય પહેલા દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પીડિતા અનુસાર તેઓ લોજપાની કાર્યકર્તા હતી. પીડિતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે બેહોશીની હાલતમાં તેમની સાથે શોષણ કરવામાં આવ્યુ હતુ.

પ્રિન્સ રાજ પાસવાન દ્વારા પણ આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી ચૂકી છે, જ્યાં તેમણે પીડિતા પર ખોટા આરોપ લગાવવાની વાત કહી હતી. પ્રિન્સ રાજ પાસવાન વારંવાર આ આરોપોનુ ખંડન કરતા રહે છે.

ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ પાસવાનની વચ્ચે જ્યારે પાર્ટીને લઈને ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે ચિરાગ પાસવાને પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં આ મુદ્દે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

 42 ,  1