અમદાવાદ: સમર્પણ હોસ્પિટલમાં લાગી આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ ઈમારતોમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. આ પહેલા પણ અમદાવાદની બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્યારે સીધો સવાલ એ થાય છે કે, શું ઈમારતોમાં બિસ્માર હાલતમાં પડેલા વીજ મીટરો પર કોઈ ચેકિંગ થતું નથી.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બપોરના સમયે હોસ્પિટલના કોમન મીટરમાં આગ લાગતા એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બૂઝવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

નીચે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં 4 બાળ દર્દીઓ હતા. જો કે, હોસ્પિટલના સ્ટાફે તમામને જ્યાં આગ લાગી હતી ત્યાંથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલ સુધી આગ ન ફેલાય તે માટે તાત્કાલિક બધા કાચ તોડી નાંખ્યા હતા.

કોમન મીટરમાં આગ લાગી હોવાનું ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. આ દરમિયાન જ્યાંથી આગ લાગી ત્યાંથી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, દરવાજા પાસે ઈલેક્ટ્રિક મીટરો પણ લગાવવામાં આવેલા છે. જે ઈમર્જન્સીની સ્થિતિમાં વધુ ખાના ખરાબી કરી શકે છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી