અમદાવાદ: પ્રહલાદનગરના ટીમ્બર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે

રાજ્યમાં અવાર નવાર આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે, આજે અમદાવાદ શહેરના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટના કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાની ઘટના બની છે. ટીમ્બર પોઇન્ટના કોમ્પ્લેક્સમાં ભોંયરામાં આવેલા મીટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી. જેને પગલે 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

હાલ ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની આવેલી હોવાથી 100 જેટલા આઈટી પ્રોફેશનલ ફસાયા છે અને તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે ઘણા લોકો ધાબા પર જતાં રહ્યાં હોવાથી આગથી બચી ગયા હતા.

જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બે મોટી સીડી અને દોરડાની મદદ લેવામાં આવી હતી. સીડીની મદદથી અત્યાર સુધીમાં કુલ 20 લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ચોથામાળ સુધી ધુમાડો ફેલાયો હોવાથી ધુમાડો કાઢવા કાચ તોડવામાં આવ્યા હતા. આ આગ અંગે ઘટના સ્થળ પર હાજર અશોક પટેલ નામના યુવાને જણાવ્યું કે, આગ લાગીને ધુમાડો ઉપર આવ્યો, પણ અમને બીજી કંઈ ખબર નથી.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરના પ્રવેશદ્વાર સમાન સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં મોતનું તાંડવ ખેલાયું હતું. જેમાં 23 હસતા રમતા બાળકોના મોત નીપજ્યાં હતાં.

 11 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર