22નો ભોગ લેનારી તક્ષશિલા આર્કેડમાં ફરી લાગી આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે

સુરતમા તક્ષશિલામાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન લાગી હતી. ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આ આગના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.

સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત 24મી મેના રોજ ભયાવહ આગ ફાટી નીકળી હતી.જેમાં 22 જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના બે મહિના જેટલા સમય બાદ ઉપરનો ડોમ પાલિકા દ્વારા બે દિવસથી તોડવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે આજે તોડાયેલા ડોમના કચરામાં ફરી આગ લાગી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો.

ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા દવાખાનને ખાલી કરાવવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં એક પછી એક ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી