અમદાવાદ : પીરાણા રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 8 લોકોનાં મોત

 6 લોકોની હાલત નાજૂક, હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા

અમદાવાદના પીરાણા પાસે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં 8 લોકોના મૃત્યુ થયા છે જયારે 6 લોકોનું રેસ્કયુ કરાયું છે. બોઈલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રકચર ધરાશાયી થયુ છે. ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.

પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં આ ઘટના બની છે. 6 લોકોની હોસ્પિટલમાં તબિયત ખુબ જ નાજુક છે. હજુ પણ કેટલાંક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક સ્તરે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ કરાઈ હતી. પરંતુ ધીમેધીમે ઘટનાએ વિકરાળ સ્વરૂપ લેતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

હાલ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. કારણે કે, હોસ્પિટલ ખસેડાયેલા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળે 35થી 40 ફાયરબ્રિગેડના જવાનો બચાવકામગીરીમાં જોડાયેલા છે. હજુ લોકો ફસાયેલા છે કે નહીં, તે તપાસ ચાલું છે.

 55 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર