ભરૂચ: દહેજમાં એક પ્લાન્ટમાં ભીષણ આગ, ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા

ભરૂચનાં દહેજમાં એક પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. તો બીજી તરફ આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટરની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ દહેજની મેઘમણી કંપનીમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. રાસાયણિક પ્રિક્રિયા દરમિયાન પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હોવાનું કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઇ જ જાનહાનિ થઇ હોય તેવી માહિતી નથી. જો કે આ ઘટનામાં 4 કર્મચારીઓ દાઝ્યા છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે.

મેઘમણી કંપનીનાં એગ્રો ડિવિઝનમાં લાગેલી આગની જ્વાળાઓ દૂરથી પણ જોઇ શકાતી હતી. તો વહેલી સવારે જ આ ભયંકર આગને જોઇને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

 38 ,  3