અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આગનો બનાવ, કોઈ જાનહાનિ નહી

 ખાનપુરમાં પી એન્ડ ટી બિલ્ડીંગના છઠ્ઠા માળે લાગેલી આગ કાબૂમાં

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં મેઈન પોસ્ટ ઓફિસમાં આગનો બનાવ બન્યો હતો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો.

ખાનપુર વિસ્તારમાં કામા હોટલ પાસે આવેલી પી એન્ડ ટી બિલ્ડીંગના છઠ્ઠા માળે એક ઓફિસમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. BSNLની કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસના એસીમાં આગ લાગતા આખી બિલ્ડીંગને ખાલી કરવાની ફરજ પડી હતી. આગની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ અને સ્નોરકેલ સાથે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીના મારાથી આગને ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.

ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં ફર્નિચર અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ સંપૂર્ણ કન્ટ્રોલમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

 62 ,  1