દિવાળીની રાતે ગુજરાતભરમાં બન્યા આગના બનાવ…

સુરતમાં હારા દરવાજા ખાતે 20 ઝૂપડા સળગ્યા

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી આગના સૌથી વધુ બનાવો બનતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરમાં આગના બનાવો બન્યા છે. ક્યાંક કોઈના ઘરમાં, તો ક્યાંક ગોડાઉનમાં ફટાકડાના તણખાથી આગ ફાટી નીકળી હતી. 

સુરતના હારા દરવાજા ખાતે ઝૂપડપટ્ટીમાં ફટાકડાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાળી ટાંણે 15 થી 20 ઝુંપડા સળગી ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાથી 

7 ગેટની ફાયરની ગાડી પહોંચી ગઈ હતી. હાલ ફટાકડો પડતા આગ લાગી હોવાનું તારણ છે. દિવાળીના તહેવાર પર ઝૂપડામાં રહેતા તમામ લોકોનો ઘરવખરીનો સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો.

અમદાવાદમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ

અમદાવાદમાં પણ દિવાળીના રાત્રે આગનો બનાવ બન્યો હતો. ઓઢવ નજીક જય કેમિકલ પાસે પ્લાસ્ટિકના ગોડાઈનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાથી જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આગના ધુમાડા ઊંચે સુધી ઉડ્યા હતા. જેથી ફાયરની 2 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.

પાદરામાં મકાનમાં આગ લાગી

વડોદરાના પાદરાના નવાપુરા વિસ્તારમા આગનો બનાવ બન્યો હતો. એક મકાનના ઉપલા માળે આગ લાગી હતી. જેથી પાદરાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોક ટોળાં જામ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

જામનગરમાં પણ આગ

જામનગરમાં વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જામનગર શહેરના પવન ચક્કી વિસ્તારની ઘટના આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી ફાયરની ટીમ દ્વારા 3 જેટલી ગાડી દ્વારા આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી. 

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી