રશિયામાં શસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 16 લોકો જીવતા ભૂંજાયા

Video : રશિયાની રાજધાની મોસ્કોમાં મોટી દુર્ઘટના

રશિયાની રાજધાની મોસ્કોના દક્ષિણપૂર્વમાં આવેલા એક કેમિકલ પ્લાન્ટમાં આજે ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યારસુધી 16 લોકોના મોત નિપજ્યાના અહેવાલ મળી રહ્યા છે. આ આગ મોસ્કો(Moscow) ના દક્ષિણપૂર્વ સ્થિત એક પ્લાન્ટમાં લાગી હતી, જ્યાં વિસ્ફોટકની સાથે સાથે હથિયાર બનાવવામાં આવે છે. ઘણા લોકો ગાયબ હોવાના પણ અહેવાલ છે, રશિયાના સોશિયલ મીડિયા પર આ ભયાનક દુર્ઘટનામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં મોસ્કોથી 300 કિમી દૂર જંગલમાં લેસનોએ ગામની ફેક્ટ્રીમાં ઘણી કારોમાં પણ આગ લાગવાની ઘટના દેખાઈ રહી છે.

ઈમરજન્સી મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ આગના કારણે 17 લોકો ઘાયલ પણ થયા છે, એક ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કે 9 લોકો વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ પહેલા એ પણ કહેવામાં આવ્યું છે કે રિયાજાન ક્ષેત્રમાં પીજીયૂપી ઈસ્લાસ્ટિક ફેક્ટ્રી (PGUP Elastic factory)માં ટેકનીકલ પ્રક્રિયાઓ અને સુરક્ષા ઉપાયોના ઉલ્લંઘનના કારણે આગ લાગી શકે છે. આ પ્લાન્ટની વેબસાઈટના જણાવ્યા અનુસાર આ નાગરીક વપરાશની સાથે સાથે ઉદ્યોગિક વિસ્ફોટકોનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ રક્ષા ક્ષેત્ર માટે બોમ્બ વિસ્ફોટકોની સાથે સાથે સબમરીન માટે ગેસ જનરેટરનું પણ નિર્માણ કરવામાં આવે છે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી