September 20, 2021
September 20, 2021

મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં ફાયરિંગ, PSIના પત્નીને વાગી ગોળી

રિવોલ્વરમાંથી ભૂલથી ફાયરિંગ થતા પત્નીને ગોળી વાગી 

મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર નજીક આજે સવારે પોલીસ કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તે દરમિયાન ગોળી અચાનક છૂટી જતા ગોળી દીવાલે અથડાઇ PSIના પત્નીને વાગી હતી. જો કે સદ્નસીબે ગોળી પગમાં વગતા ગંભીર ઇજા નહી હોવાથી તેમને ટુંકી સારવાર બાદ રજા પણ આપી દેવાઇ હતી. 

મહેસાણા હેડક્વાર્ટર પાસે સવારે 9 કલાકે PSI જે.એલ બોરીચા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. રિવોલ્વર સર્વિસ કરીને પોતાના પાઉચમાં મુકવા છતા ગોળી અચાનક છુટી ગઇ હતી. ગોળી છુટ્યા બાદ દિવાલે અથડાઇ સામે ઉભેલા તેમના પત્નીના પગમાં વાગી ગઇ હતી. તો બીજી તરફ તત્કાલ તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પગમાં રહેલી ગોળી કાઢીને તેમનું માઇનોર ઓપરેશન પુર્ણ થયા બાદ રજા આપી દેવાઇ હતી. અત્રે નોંધનીય છે કે સદનસીબે ગોળી પગમાં વાગી હોવાનાં કારણે કોઇ મોટુ જોખમ થયું નહોતું. ટુંકી સારવાર માટે તેમને રજા આપી દેવાઇ હતી.

 21 ,  1