સુરેન્દ્રનગરમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ફાયરિંગ, એકને વાગી ગોળી

પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ સામે ગોળીબાર

ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર પાસે પોલીસ અને બુટલેગરોના સામસામે ફાયરિંગની ઘટના ઘટી છે. સામ સામે અંદાજે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. પોલીસે કારને રોકતા બુટલેગરોએ કાર ભગાવી હતી. કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ફાયરીંગમાં એક શખ્સ જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગેડીયા ગેંગની વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે માલવણ પાસે પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બેફામ બુટલેગરોએ ગોળીબાર કર્યો હતો. સામે પોલીસે પણ વળતો જવાબ આપવા ફાયરિંગ કર્યું હતું. માલવણી હાઇવે પર જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર તરફથી પોલીસની જીપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં બુટલેગરો પોલીસની જીપ સાથે કાર અથડાવીને ભાગી ગયા હતા.

બુટલેગરો કાર લઈને નાશી છૂટતા પોલીસે પણ તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન બુટલેગરો કાર મૂકીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે બુટલેગરોને પકડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક બુટલેગરના પગ પર ગોળી વાગતા તે ઝડપાઈ ગયો હતો.

તો બીજી તરફ ઘાયલ બુટલેગરને હાલ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અહીં કોરોના ટેસ્ટ બાદ પોલીસ તેની વિધિવત રીતે ધરપકડ કરશે. આ સાથે જ પોલીસે કાર સહિત દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે.

નોંધનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો જાણે કે બેફામ બની ગયા છે. અહીં ઠેર ઠેર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાતો રહે છે. તો બીજી તરફ પોલીસ પણ બેફામ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

 98 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર