બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ, એકની અટકાયત, 3 ફરાર

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પાંચ વાગ્યા પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ત્યારે કાળા રંગની ક્રેટા કાર ઉભી રાખી હતી. તેમાંથી ચાર શખ્સોએ અંધાધૂંધ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે ગાડી સહિત એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમીરગઢ ચેકપોસ્ટ પાસે પોલીસ ચેકિંગ કરી રહી હતી, ત્યારે પોલીસે એક ગાડી ચેકિંગ માટે રોકી હતી, પરંતુ પોલીસે ગાડી ઉભી રાખતા ગાડીમાં સવાર ચાર શખ્સોએ ગાડીમાંથી ઉતરી દૂર જઈ ફાયરિંગ કર્યું હતું અને તાત્કાલિક ત્યાંથી ફરાર થયા હતા.

જોકે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. પોલીસે પીછો કરતા આરોપીઓ કાર છોડી ભાગ્યા હતા. પોલીસે કાર સાથે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કાળા રંગની ક્રેટા રાજસ્થાન તરફ જઇ રહી હતી. આ કાર પંજાબ પાસિંગની છે. જેનો નંબર PB 06AU 7109 છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાની પોલીસ બોર્ડર પર પહોંચી ગઇ હતી. ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર