પાલનપુરના ભાગળ ગામમાં ફાયરિંગ, અદાવત રાખી ચાર શખ્સોએ કર્યો ગોરીબાર

ફાયરિંગમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ હાલ સારવાર હેઠળ

બનાસકાંઠા જિલ્લામાં પાલપુરના ભાગળ ગામમાં સટ્ટાની લેવડ દેવડ મામલે ફાયરિંગની ઘટના સામે આવી છે. કારમાં ધસી આવેલા શખ્સોએ એક વ્યક્તિ પર ફાયરિંગ કરી ભાગી ગયા હતા. ગોળીબારીની ઘટના થતાં ગામમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. તો બીજી તરફ પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલો વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે. આ મામલે તાલુકા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ભાગળ ગામે રહેતા ઇમરાન આગલોડિયા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. બે વર્ષ અગાઉ સટ્ટાના પૈસાની લેવડદેવડ મામલે ઈમ્તિયાઝ મેવાતીને માર મારતા તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સટ્ટાના પૈસા ની લેવડ દેવડની અદાવતમાં ઈમ્તિયાઝ મેવાતીના પુત્ર અક્રમ મેવાતી સહિત ચાર શખસોએ ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગત મોડી રાત્રે ભાગળ ગામે ઈમરાનભાઈ પોતાના ઘરે હતા. તે સમયે અક્રમ મેવાતી સહિત ચાર શખ્સો કાળા કલરની ઈનોવા કારમાં આવ્યા હતા. અને ભેંસો જોવાના બહાને ઇમરાનભાઈને ઘરની બહાર બોલાવ્યા હતા, તે સમયે ઇમરાનભાઈ બહાર આવતાની સાથે અગાઉની અદાવતના કારણે ઉશ્કેરાયેલા અક્રમ મેવાતીએ ઈમરાનભાઈ પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું.

જેમાં ઈમરાનભાઈને ડાબા પગમાં ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે આ ઘટના બાદ હુમલો કરનારા શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો અને પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ઈજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યારે ફાયરિંગ કરી હુમલો કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી પાલનપુર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર