અમદાવાદ : વસ્ત્રાલમાં અંગત અદાવતમાં ફાયરિંગ, હાલત નાજુક

પૂર્વમાં ‘અંધાકાનૂન..’ હત્યા બાદ ફાયરિંગની ઘટના બનતા સનસની

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુંડાઓ બેફામ બન્યા છે, પોલીસ તેમજ કાયદોનો કોઇપણ પ્રકારનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ગુંડાગર્દી, મારા મારી તેમજ હત્યાની ઘટનાને અંજામ આપી છે. સોમવારે એક જ સમયે અમરાઇવાડી વિસ્તારમાં એક તરફ ગેંગવોર તો બજી તરફ હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી. ત્યારે આજે વસ્ત્રાલમાં ફાયરિંગની ઘટના બનતા સનસની મચી ગઇ હતી. જેમાં એક વ્યક્તિની હાલત નાજુક જાણવા મળી રહી છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ફાયરિંગ કરનાર પ્રદીપ રાજપુત

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વસ્ત્રાલના સ્કાય લાઈન પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે આજે અચાનક એક વ્યક્તિ પર અજાણ્યા શખસે ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગની આ ઘટનામાં ઈશ્વર ઠાકોર નામની વ્યક્તિને ગોળી વાગતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ફાયરિંગ પ્રદીપ રાજપુત નામની વ્યક્તિએ કર્યું હોવાનું જાણવા મળે છે.

ઈશ્વરભાઈ પર કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે સ્પષ્ટ નથી. પરંતુ ફાયરીગની ઘટના બનતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ કરી શખ્સ ફરાર થઈ ગયો છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે હાલ ઘટના સ્થળ પરના સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 75 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી