J:K પૂંછમાં પાકિસ્તાને કર્યું ફાયરીંગ, BSF જવાન શહીદ, 6 વર્ષના બાળકનું પણ મૃત્યુ

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બહાર નથી આવતો. સીમા પારથી વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન સેનાએ સોમવારે ફરીથી પૂંછના ગામડાઓને ટાર્ગેટ કરતા મોર્ટાર ફાયર કર્યા હતા. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરીંગમાં BSFના એક ઓફિસર શહીદ થયો હતો.

BSFએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરીંગમાં 5 જવાન ઘાયલ થયા હતા જેમાં એક જવાનની મોત સારવાર દરમિયાન થયું હતું. આ કાર્યવાહીમાં 6 વર્ષના બાળકનું પણ મોત નીપજ્યું છે. પૂંછમાં 9 સ્થાનીય લોકો પણ ઘાયલ થયા છે અને સ્થાનીય હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

 85 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી