Pics: દિવસેને દિવસે વધુ જવાન થઈ રહી છે આ એક્ટ્રેસ, ફેન્સ થયા ઘાયલ

બોલિવુડમાં અનેક ફિટનેસ ફ્રીક અભિનેત્રીએ છે, જેમાં મંદિરા બેદીનું નામ પણ સામેલ છે. મંદિરા હાલ માલદીવ્સમાં હોલિડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસે પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે રેડ બિકીનીમાં નજર આવી રહી છે.

47 વર્ષની મંદિરાએ રેડ કલરનીની સાથે પિંક બિકિનીમાં પણ એક તસવીર શેર કરી છે, આ ફોટોને જોઈને ના ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. મંદિરાએ માલદિવ ટ્રીપ વખતનો ફોટો શેર કર્યો છે. આ ફોટો જોઈને તેના કેટલાક ફેન્સે તો તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, તો કેટલાક ફેન્સે તેને ઈન્સ્પિરેશન ગણાવી.

મંદિરાએ પોતાના દીકરાની ફોટો શેર કરતા લખ્યું કે, હું પોતાના દિવસને આનાથી વધુ સારો કેવો બનાવી શકું છું, જેમાં સૂર્યની કિરણો અને સમુદ્ર બંને સાથે છે. તેનાથી વધુ ખુશ કરનારી જગ્યા બીજે ક્યાં હશે.

મંદિરાએ પોતાની પિંક બિકીનીની તસવીર શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, જ્યારે તમે સન બેડને જ તમારુ ઘર બનાવી લો તો પાછળ વળીને જોવું મુશ્કેલ છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી