પહેલા બોફોર્સ અને હવે રાફેલ.. ભારતને ડિફેન્સ સોદા કેમ સદતા નથી….?

બોફોર્સમાં હજુ ગાંધી પરિવાર પર આરોપો થાય છે..

અનિલ અંબાણીને રાહુલ સહેલાઇથી છોડે તેમ નથી..

આજે ધીરૂભાઇની પુણ્યતિથી, કેટલો આત્મા કકળતો હશે, નહીં..?

ફ્રાન્સના જજ અનિલનો જવાબ લેશે ત્યારે શું કહેશે..?

અનિલ રાફેલ પ્રોજેક્ટ ગુજરાત લાવવા માંગતા હતા..પણ..

ફ્રાન્સના રાષ્ટ્પતિનો પણ જવાબ લેવાશે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

20મી સદીના ઉતરાર્ધમાં બોફોર્સ (1980નો દાયકો) અને હવે 21મી સદીના પૂર્વાધમાં (2021) રાફેલ. 22મી સદીમાં વળી ભારત સરકાર ફ્રાન્સ કે કોઇ સ્વીસ કંપની સાથે ડિફેન્સ સામગ્રી માટે સોદો કરશે તો તેમાં પણ એવુ જ નહીં થાય તેની કોઇ ગેરંટી નહીં…..! .સ્વીસ કંપની દ્વારા નિર્મિત બોફોર્સે તોપે ત્યારબાદ કારગીલ વોરમાં પોતાની કાર્યક્ષમતા પૂરવાર કરી અને લોકોને લાગ્યું કે રાજીવ ગાંધીએ બોફોર્સ ખરીદીને કાંઇ ખોટુ કર્યું નહોતું…ભલે તેમની સામે 64 કરોડની કટકીના આરોપો થયા હોય… વર્ષો સુધી બોફોર્સ ખરીદીમાં કટકીના આરોપોમાં છેવટે કાંઇ નિકળ્યું નહીં. વીન ચઢ્ઢા મજામાં છે. વિદેશી ક્વોટ્રોચી સ્વર્ગે સિધાવી ગયા છે એમ રાફેલમાં પણ ભલે ફ્રાન્સ સરકારે આ સોદામાં ગેરરીતિના આરોપોની તપાસ માટે જજની નિમણૂંક કરી હોય પણ બોફોર્સ તોપ ગાજી તેમ રાફેલ વિમાનની ઘરેરાટીમાં બધુ જ શાંત થઇ જશે. પણ ગાંધી પરિવારના રાજીવની જેમ સન્માનીય અંબાણી પરિવારના અનિલ બદનામ થઇ જાય તો નવાઇ નહીં..!

આમેય અનિલને બદનામ કરવામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કાંઇ બાકી રાખ્યુ નથી. અનિલ અંબાણીએ પોતાની બદનામી થઇ અને પ્રતિષ્ઠાને નુકશાન થયું..એમ કહીને રાહુલની સામે દિલ્હીની નહીં પણ અમદાવાદની કોર્ટમાં 5 હજાર કરોડ..(રીપીટ 5 હજાર કરોડ…)ની બદનક્ષીનો દાવો માંડ્યો હતો…પણ પછી શું થયું કે અનિલે એ દાવો પાછો ખેંચી લીધો. રાહુલ અમદાવાદમાં રહેતા નથી, રાહુલે દેશ આખામાં ચૂંટણીઓ વખતે રાફેલ..રાફેલ… અને અનિલ અંબાણી દેવાદાર….અનિલ અંબાણી..દેવાદાર….રાફેલનો વચેટિયો…..રાફેલનો વચેટિયો..ની બુમો પાડી હતી પણ અનિલ અંબાણીએ બદનક્ષીનો કેસ અમદાવાદની કોર્ટમાં કેમ કર્યો અને કેમ પાછો ખેંચી લીધો કોઇને ખબર નથી…! 5 હજાર કરોડનો દાવો અમદાવાદ કે ભારતની કોઇ કોર્ટમાં ક્યારેય નોંધાયો નહીં હોય પણ અનિલ અંબાણીએ દાવો માંડીને અને પાછો ખેંચીને રેકોર્ડ બનાવ્યો હતો…

ભારત સરકારે 59 હજાર કરોડમાં 36 રાફેલ વિમાનો ખરીદવાનો સોદો ફ્રાન્સની દસોલેટ નામની કંપની સાથે કર્યો. રાહુલ કહે છે અમારી સરકારે 42 હજાર કરોડમાં 126 રાફેલ વિમાનોનો સોદો આ જ દસોલ્ટ કંપની સાથે કર્યો હતો તો 59 હજાર કરોડમાં માત્ર 36 રાફેલ કેમ..? રાહુલબાબાના સવાલો ઘણાં છે પણ તેના જવાબો આપવા કે નહીં એ સરકારનો અધિકાર છે. ખેર, રાફેલમાં અનિલ અંબાણીની એન્ટ્રી જાહેર થઇ અને ગાય ભડકે તેમ કોંગ્રેસ અને રાહુલ ટીમ ભડકી…!!

બદલાપુર…બદલાપુર…બોફોર્સ કા બદલાપુર…અને 2019થી શરૂ થયેલા અનિલ અંબાણી સામેના આરોપોના પ્રહારો હવે ચરમસીમાએ…! ભારત સરકારે તત્કાલિન ફ્રાન્સ સરકાર સાથે ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ સોદો કર્યો તો પછી અનિલ અંબાણી વચ્ચે ક્યાંથી આવ્યા એવો આરોપ રાહુલ એન્ડ કંપનીએ કર્યો હતો. ફ્રાન્સમાં સરકાર બદલાઇ ગઇ…જે સરકારની સાથે સોદો થયો એ ઓલાંદોની સરકાર હારી ગઇ પણ નવી સરકારે સોદો ચાલુ રાખ્યો. જુની સરકારમાં જે નાણાંમંત્રી હતા ઇમેન્યુઅલ મેક્રોન એ હાલમાં ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ છે. ત્યાં અમેરિકાની જેમ વડાપ્રધાન સીસ્ટમ નથી. રાષ્ટ્રપતિ જ સર્વે સર્વા.

ફ્રાન્સમાં જે સરકારે રાફેલનો સોદો કર્યો એ સરકારમાં જે પોતે આર્થિક અને નાણા બાબતોના મંત્રી હતા અને હવે એ જ ફ્રાન્સ સરકારના રાષ્ટ્રપતિ છે તે ઇમેન્યુઅલે જ રાફેલ સોદાની તપાસ માટે જજની નિમણૂંક કરી…!.અને જજ જેની તપાસ કરશે તેમાં મેક્રોન પોતે પણ છે…! ભારતે શું સમજવું…? ફ્રાન્સના બીજા ઘણાં મહાનુભાવોના જવાબોની સાથે ફ્રાન્સના એ જજ અનિલ અંબાણીઁનો પણ જવાબ માંગશે કેમ કે તપાસના દાયરામાં અંબાણી પણ છે..! અનિલના અને મુકેશના પિતા રિલાયન્સના સ્થાપક ધીરૂભાઇ હીરાચંદ અંબાણીની આજે 7 જુલાઇએ પુણ્યતિથિ છે ત્યારે આજના અખબારોમાં જ તેની સાથે અનિલનું નામ પણ છે. જેની સામે તપાસ થવાની એ લોકોની યાદીમાં…! ધીરૂભાઇની આત્મા કેટલી કકળતી હશે..અરર…આ શું કર્યું….વહુએ વગોવ્યા મોટા ખોરડા…ની જે અનિલ, તે મારા ખોરડાની અને મારી ઇજ્જત આબરૂ વગોવી…?

રાજકારણીઓ તો આરોપો સહન કરી લે પણ તેમની સાથે અનિલ પણ વગોવાઇ ગયો… બોફોર્સમાં કટકી કાંડના આરોપો હજુ પણ ગાંધી પરિવાર પર થાય છે તો અનિલભાઇ, આ તો હજુ શરૂઆત છે અને આ તો બોફોર્સની જેમ લાં…….બી…..લડત છે. કોંગ્રેસ માટે તમે છિંડે ચઢ્યો એ ચોર..ની જેમ હાથમાં આવી ગયા…એવુ તો નથી ને..? કોઇ પુરાની દુશ્મની…? ધીરૂભાઇએ જે તે વખતે કોંગ્રેસને હેરાન કરી હોય અને તેનો કોઇ બદલો વદલો તો નથી ને…? તેનુ કારણ એ છે કે રાહુલે અનિલ અંબાણીને ખેંચી કાઢવામાં કાંઇ બાકી રાખ્યું નહોતુ…ઘોઘરા અવાજમાં –દેખો ભૈયા…અનિલ કી કંપની પર 45 હજાર કરોડ કા કર્જા હૈ…ઔર કર્જે મેં ડૂબી કંપનીનો રાફેલ કા કામ કૈસે મિલા….? અનિલ અંબાની કી ડિફેન્સ કંપની કો વિમાન બનાને કા કોઇ અનુભવ નહીં હૈ ફિર ભી ઉન્હેં રાફેલ કા કામ કૈસે મિલા…! માની શકાય કે એ વખતે રાહુલના જાહેર આરોપોથી અનિલનિ ઉંઘ હરામ થઇ હશે પણ હવે મેક્રોંનબાબા ઉંઘ હરામ કરે તો કહ નહીં સકતે…! કહેવાય છે કે અનિલ રાફેલનો પ્રોજેક્ટ માદરેવતન ગુજરાત લાવવા માંગતા હતા પણ કેન્દ્રના એક મંત્રીએ તેમ ના થવા દીધુ અને એ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં લઇ જવાયો..

બોફોર્સમાં ઇટાલીનો વેપારી ઓટ્ટાવિઓ ક્વોટ્રોચી બદનામ થઇ ગયો તેમ રાહુલ એન્ડ કંપની અનિલ અંબાણીના ખભે બંદૂક મૂકીને મુકેશ અંબાણીને નિશાન બનાવી શકે કેમ કે મુકેશની માલિકીની ઢગલો ટીવી ચેનલો કોંગ્રેસ અને રાહુલબાબા પર કાંઇ વધારે પડતો પ્રેમ વરસાવે છે..? સવાલ તો બનતા હી હૈ કી એક સમયે કોંગ્રેસના ગુડ બુકમાં સૌથી પહેલા નંબરે એવા અંબાણી પરિવાર પર રાહુલ કેમ ખફા છે…? વળી પાછો પેલો સવાલ- કોઇ પુરાની દુશ્મની…? મળશે…જવાબ મળશે..બસ આ અનિલભાઇ રાફેલમાંથી નિર્દોષ ઠરે એટલે ચુન ચુન કે બદલા લૂંગા…ચુન ચુન કે…!! રાહુલ…મૈં આ રહા હું…!!

 22 ,  1