ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગયાના ખાતેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ થઇ ગઈ છે. અગાઉ ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. વરસાદના લીધે 4 વાર મેચ અટકી હતી, પહેલા 43, પછી 40 અને અંતે 34 ઓવરની મેચ કરવામાં આવી હતી. જોકે છેવટે મેચ રદ થઇ હતી. 3 મેચની સીરિઝની બીજી મેચ રવિવારે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાશે.

વરસાદ આવ્યો તે પહેલા વેસ્ટ ઈન્ડિઝે 13 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. શાઈ હોપ 6 રને અને એવીન લુઈસ 40 રને રમી રહ્યા હતા. ક્રિસ ગેલ કુલદીપ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ભારે સંઘર્ષ કરતા 31 બોલમાં 4 રન કર્યા હતા. ગેલ (296 વનડે) વિન્ડીઝ માટે સૌથી વધુ વનડે રમનાર ક્રિકેટર બન્યો, બ્રાયન લારા(295 વનડે)ને પાછળ છોડ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચે ગયાના ખાતેની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગે શરૂ થશે. વરસાદના લીધે વિલંબ થયો હોવાથી મેચ 43-43 ઓવરની કરવામાં આવી છે. કોહલીએ કહ્યું કે અમે નવા ખેલાડીઓને તક આપવા માગતા હોવાથી યૂઝવેન્દ્ર ચહલ, લોકેશ રાહુલ, નવદીપ સૈની અને મનીષ પાંડેને ટીમમાં સ્થાન મળ્યું નથી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી