આજથી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હિટવેવ

માર્ચ મહિનાના અંતમાં જ ઉનાળાના આકરા તાપની શરૂઆત થઇ ચૂકી છે. બપોરના સમયે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યાં છે. ત્‍યારે હવામાન ખાતાએ આગાહી કરી છે કે હજુ આગામી પાંચ દિવસ રાજયમાં હિટવેવની સ્‍થિતિ રહેશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્‍છ, ઉત્તર ગુજરાતમાં હિટવેવની સ્‍થિતિ રહેશે.

હિટવેવને કારણે સમગ્ર વિસ્‍તારમાં તાપમાનનો પારો ઉંચે જશે તથા લોકોએ આ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. હવામાન ખાતાએ જણાવ્‍યું કે હિટવેવને કારણે સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્‍દ્રનગર અને કચ્‍છ જિલ્લામાં ગરમ પવન ફૂંકાશે.

માર્ચના અંતિમ દિવસે રાજયભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળ્‍યું હતું અને જેને લઈ જનજીવનને માઠી અસર પહોંચી હતી. એપ્રિલના પહેલા સપ્તાહમાં જ ગરમીનો પારો ૪૩થી ૪૫ ડીગ્રી સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્‍યતા છે.

 112 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી