વડોદરા દુમાડ ચોકડી નજીક ફાયરિંગ, પાંચ લોકો ઇજાગ્રસ્ત : પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે

કારમાં આવેલા યુવકોએ પથ્થરમારો અને લાકડીઓથી હુમલો કર્યા બાદ ફાયરિંગ કરી ફરાર

વડોદરા દુમાડ ચોકડી પર બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં સામસામે ફાયરિંગની ઘટના બની હતી. બંન્ને પક્ષે થયેલી સામસામે ફાયરિંગમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અથડામણ તેમજ ફાયરિંગ થતાં ભારે અફરાતફરી મચી ગઇ હતો. તો બીજી તરફ ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો.  

દુમાડ ચોકડી નજીક ત્રણ વાહનોમાં ધસી આવેલા લગભગ 15 જેટલા હુમલાખોરોએ ભરવાડ સમાજના લોકો પર અચાનક હુમલો કર્યો હતો. માર મારવાની સાથે હુમલાખોર દ્વારા છ થી સાત રાઉન્ડ ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય છે. હુમલા બાદ હુમલાખોર ફરાર થયા હતા. બીજીતરફ પોલીસ અધિકારીઓ પણ કાફલા સાથે ધસી આવ્યા હતા.આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. સમગ્ર ઘટના પાછળ ગેંગવોર હોવાની શંકા સેવાઇ રહી છે. 

ACP ભરત રાઠોડે જણાવ્યું હતુ કે સાવલીથી વેપારી રૂપિયા લઇને આવતો હતો, તે દરમિયાન બ્રેઝા કારમાં આવેલા લોકોએ દુમાડ ચોકડી પાસે રોક્યો હતો. ત્યારબાદ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ થયું હતું. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે પૈસાની લેતી દેતી મામલે આ હુમલો થયો છે.

કારમાં આવેલા  યુવકોએ પથ્થરમારો અને લાકડીઓથી પણ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે ભરવાડ સમાજના લોકોનાં ટોળેટાળાં એકત્ર થઇ ગયાં હતાં અને રસ્તા રોકો આંદોલન કરતાં હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર