હેડ ક્લાર્ક પેપર લીક મામલે વધુ પાંચ આરોપીઓની ધરપકડ

 પેપર લીક કાંડના 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા

હેડ કલાર્ક પેપરલીક કાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના ભાઈ સંજય પટેલની ધરપકડ કરાઈ છે. સંજય પટેલની સાથે અક્ષય પટેલ,વિપુલ પટેલ,પ્રકાશભાઈ પટેલ, ધીમેન પટેલની ધરપકડ કરાઈ છે. તો આ આજે એક સાથે 12 આરોપીઓને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક કેસના 12 આરોપીઓના રિમાન્ડ પ્રાંતિજ કોર્ટે નામંજૂર કર્યા છે. જેમાં મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સહિતના આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરાયા. આ કેસમાં ફરિયાદ નોંધાવવાના પ્રથમ દિવસે ૬ આરોપીની ધરપકડ કરાઈ હતી. તો અન્ય 6 આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા.જેથી તમામ 12 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં મુખ્ય સૂત્રધાર જયેશ અને દેવલ પટેલના આજે વધુ રિમાન્ડ માટે ડીવાયએસપી દ્વારા માગણી કરવામાં આવી હતી. જો કે કોર્ટે તમામ 12 આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે. આ તમામને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી