જૂનાગઢ જિલ્લાનાં મેદરડાના તાલુકાના ગાંઠીલા પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વોંકળામાં ઉતરી વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
સમગ્ર ઘટનાનાં પગલે કારને તોડીને પાંચેયનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. હાલ તો પાંચેયનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ફોર્ડ એન્ડેવર કાર જીજે 11 સીડી 0001ના ચાલક ઇશાંત ચંદાણી મિત્રો સાથે દીવ ફરવા માટે ગયા હતા. ત્યારે સાસણથી જૂનાગઢ પરત ફરી રહ્યા હતા ત્યારે ગાંઠીલા પાસે મેંદરડા જૂનાગઢ બાયપાસ નવાગામની ચોકડી પાસે પહોંચતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર 4 ફૂટ દીવાલ તોડી 20 ફૂટ ઊંડા વોંકળામાં ખાબકી હતી. બાદમાં ફરી ઉપર આવી લોખંડના ઇલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઇ હતી. આથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના રાત્રીના 2.30 વાગ્યે ઘટી હતી.
મૃતકોનાં નામ
- ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-19)
- એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-25)
- ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-24)
- પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-20)
- કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-20)
ઈજાગ્રસ્તોનાં નામ
- સુનિલ સોલંકી (ઉંમર-24)
- સમન સલીમભાઈ મીર (ઉંમર-15)
42 , 1