September 25, 2020
September 25, 2020

પાકિસ્તાનનાં ચમન શહેરમાં બ્લાસ્ટ, 5નાં મોત અને 20 લોકો ઘાયલ

પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ શહેર ચમનમાં બ્લાસ્ટ થયો છે. મળતી વિગત મુજબ બ્લાસ્ટમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પોલીસના જણાવ્યાં મુજબ, પાર્ક કરેલી મોટરસાયકલમાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસની અનેક દુકાન અને મકાનોની કાચની બારી તોડી નાખી હતી. બચાવ ટીમ, પોલીસ અને સુરક્ષા દળ સ્થળ પર પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે.

એક રિપોર્ટ મુજબ, શહેરના માલ રોડ વિસ્તારમાં એક મોટરસાઈકલ પર IED લગાડવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ વ્યક્તિ કે સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.

બ્લાસ્ટની દુર્ઘટના પર PM ઈમરાન ખાને નિંદા કરી અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની જલદી સાજા થવાની પ્રાર્થના કરી છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર