મોરબીના ટીંબડી ગામે ગમખ્વાર અકસ્માત, પાંચ યુવકોના મોત

બંધ ટ્રેઇલર પાછળ કાર ઘુસી જતા સર્જાયો ગોઝારો અકસ્માત

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે મોડી રાત્રે પાટીદાર ટાઉનશીપ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંધ પડેલા ટ્રેલરની પાછળ ટ્રાન્સપોર્ટરની સ્વીફ્ટ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા પાંચ રાજસ્થાની ટ્રાન્સપોર્ટરોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. એટલુ જ નહિ, મૃતકોની બોડી કારમાં એવી રીતે ફસાઈ ગઈ હતી કે તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી. તમામ મૃતદેહોને મોરબી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપ આવેલ છે ત્યાં અશ્વમેઘ હોટલની સામેના ભાગમાં રોડની સાઇડમાં બંધ કરીને પાર્ક કરાયેલ ટ્રેલરની પાછળ સ્વીફટ કાર નંબર જીજે 36 એફ 1059 ઘૂસી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલા પાંચ યુવાનોના મોત નિપજયા હતા અને કારમાં બેઠેલા લોકોની બોડી કારમાં જ ફસડાઈ ગઈ હતી જેથી કરીને કારના પતરાને કાપીને બોડીઓને બહાર કાઢવામાં આવી હતી

આ અકસ્માતમાં જે લોકોમાં મોત થયા છે તેમાં ચૌધરી કોમ્પલેક્ષ આશિર્વાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંગ શેખાવત રહે. મૂળ ચુરૂ રાજસ્થાન અને હાલ રહે. ગણેશનાગર ટિંબડી પાટિયા, મોરબી-૨, તારાચંદ તેજપાલ બારાલા જાતે જાટ, અશોક બિલેડા, વિજેન્દ્રસિંગ અને પવન મિસ્ત્રીનો સમાવેશ થાય છે અને મૃતક આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જો કે આ ઘટનાની જાણ થતાં મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજસ્થાની લોકો મોરબી સિવિલે દોડી આવ્યા હતા અને જીલ્લા પોલીસવડા સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને રસ્તા ઉપરથી ટ્રાફિક ક્લિયર કરીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો. અને જે કારણો અકસ્માત થયો છે તે લક્ષ્મીનગર ગામ બાજુથી મોરબી ગણેશનગર કે જયા આનંદસિંગ શેખાવત સહિતના પાંચેય ટ્રાન્સપોર્ટ રહેતા હતા તે બાજુ આવી રહી હતી તેવું પ્રાથમી તપાસમાં સામે આવ્યું છે.

આ ઘટનાની જાણ થતાં મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી રોડ પરનો ટ્રાફિક હળવો કરવા કામગીરી હાથ ધરાઈ હતી

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી