મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીની ફ્લેટ શરૂઆત : Vodafone, Ideaના શેર 10% તૂટ્યો

બજારની શરૂઆત વધારા સાથે થઇ છે. સેન્સેક્સ 33.6 અંક એટલે કે 0.06 ટકાના વધારા સાથે 52,516.31 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 26.65 પોઇન્ટ એટલે કે 0.17 ટકાના વધારા સાથે 15,748.15 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

CLSAના VODA IDEA પર અન્ડરપર્ફોર્મ રેટિંગ છે અને સ્ટોક માટે લક્ષ્ય 10 રૂપિયા સુધી રાખ્યું છે. તેમનું કહેવું છે કે આવક અને ઇબીઆઇટીડીએ અંદાજથી નીચે છે. તેનો સબ્સ્ક્રાઇબર ઘટાડો અનુમાનિત છે. જ્યારે AGRને કારણે ફાઇનેન્શિયલ સંકટની ચિંતા જોવા મળી રહી છે.

ગઇકાલે ભારતીય શેરબજાર મજબૂત સ્થિતિ સાથે ખુલ્યું હતું પરંતુ બપોર બાદ બજારે વૃદ્ધિ ગુમાવી દીધી હતી. આજના કારોબારના અંતે BSE નો 30 શેરો વાળા મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ દિવસની ઉંચી સપાટીથી લગભગ 400 પોઇન્ટ નીચે સરકી ગયો હતો. સેન્સેક્સ 67 અંક મુજબ 0.13% ની નબળાઇ સાથે 52,483 પોઇન્ટ પર બંધ રહ્યો છે.

 49 ,  1