મધ્યપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મોત

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે અનેક નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેથી એમપીના 36 જિલ્લામાં વરસાદ અને પૂરના પાણી ભરાયા છે. રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે.

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉજ્જૈન, મંદસૌર, નીમચ, રતલામ, દેવાસ, ભોપાલ અને વિદિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ નર્મદા નદીના જળસ્તરમાં સતત વધી રહ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે પૂરમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા સ્થાનિક વહીવટી તંત્રની મદદ લેવામાં આવી છે

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી