ઓલપાડમાં આભ ફાટ્યું, 500 લોકોનું સ્થળાંતર

સુરતનાં ઓલપાડમાં આભ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થતા પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતાં જળાશય બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

કીમ નદી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થતાં ઓલપાડ અને કીમ નદીની આસપાસના ગામડાઓને એલર્ટ પર મુકી દેવામાં આવ્યાં છે. સ્કૂલ કોલેજમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ઓલપાડનો હાથીસા રોડ સંપર્ક વિહોણો થઈ ગયો છે તેના પરથી પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી