કોરોના-ઓમિક્રૉન વચ્ચે ફ્લાવર શોનું આયોજન!

ઓમિક્રોનના ખતરા વચ્ચે અમદાવાદમાં ફ્લાવર શો માટે ઓનલાઇન બુકિંગ શરૂ

એક બાજુ અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના અને ઓમિક્રોનના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે બીજી બાજુ કોરોનાના વધતા કેસો વચ્ચે AMC દ્વારા અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન માટે તડામાર તૈયારી ચાલી રહી છે એટલુ જ નહીં આજથી ફ્લાવર શો માટે ઓનલાઇન બુકિંગ શરૂ થઈ ગયા છે. આ સ્થિતિ વચ્ચે લોકોના મનમાં સવાલ સર્જાઈ રહ્યો છે કે, આ આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશે? કારણે કે ફ્લાવર શો નિહાળવા માટે હજારો લોકો આવશે.

અમદાવાદમાં કોરોના અને ઓમીક્રોનની દહેશત વચ્ચે ફ્લાવર શૉની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે. જેના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરાઈ છે. અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 100 આસપાસ કોરોનાના કેસની સંખ્યા પહોંચી ચૂકી છે. ત્યારે અમદાવાદમાં ફ્લાવર શોની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે અને ફ્લાવર શોમાં જોવા માટે એક દિવસમાં 10 હજારથી વધુ લોકો આવતા હોય છે, ત્યારે કોર્પોરેશન ફ્લાવર શો યોજી કોરોનાને આમંત્રણ આપે છે તેવું સ્પષ્ટ જણાય છે. જોકે, દર એક કલાકે 400 લોકોને પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઇન ટીકીટ પણ રાખવાની તૈયારીઓ થઈ ચૂકી છે. તો આજથી ફ્લાવર શો માટે ઓનલાઇન બુકિંગ શરૂ થયા છે. ત્યારે હાલમાં ભીડ એકત્ર થાય તેવા આયોજન ન કરવા તબીબોની સલાહ છે.

નોંધનીય છે કે, એક બાજુ AMC દ્વારા કોરોનાના ભયના કારણે કાંકરિયા કાર્નિવલ અને બુક ફેર રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સરકારી ગાઈડલાઈનનું પાલન કેવી રીતે થશે અથવા કોણ કરાવશે તેના પર કોઈ જ તૈયારી કે રૂપરેખા બનાવવામાં આવી નથી. આ સમગ્ર મામલે વિપક્ષ પણ મૌન છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી