ફેસબુક-ટ્વિટર બાદ હવે યુટ્યુબે પણ ટ્રમ્પ પર પ્રતિબંધ લગાવ્યો

યુટ્યુબે પણ ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો હટાવ્યો, અકાઉન્ટ સસ્પેન્ડ

ફેસબુક અને ટ્વિટર પછી હવે યુટ્યુબે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક સપ્તાહનો પ્રતિબંધ લગાવ્યો છે. સાથે યુટ્યુબે ટ્રમ્પનો વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે. ઓનલાઈન તેમજ વીડિયો પ્લેટફોર્મે આ પ્રતિબંધ લગાવવા પાછળ હિંસા ફેલાવવાની ચિંતા વ્યક્ત કરી છે. યુટ્યુબે જણાવ્યું કે, ટ્રમ્પ દ્વારા કંઈ પણ પોસ્ટ કરવાથી હિંસા ભડકી શકે છે. ઉલ્લેખનીય છે કે યુએસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ અને ડેમોક્રેટ નેતા જો બિડેન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે.

થોડા દિવસ પહેલા જ ફેસબુક, સ્નેપચેટ અને ટ્વીટરે ટ્રમ્પના વીડિયો, પોસ્ટ સહિત એકાઉન્ટને હટાવી દીધા હતા. હવે યૂટ્યૂબે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપલોડ કરવામાં આવેલા નવા વીડિયો કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલેને સેવા શરતોનું ઉલ્લંધનના આરોપમાં સસ્પેન્ડ કરી દીધી છે.

યુટ્યુબે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ટ્રમ્પે એક વીડિયો અપલોડ કર્યો હતો જે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. ત્યારબાદ તે ચેનલ પર ઓટોમેટિક સ્ટ્રાઈક આવી છે. પહેલી સ્ટ્રાઇક ઓછામાં ઓછી સાત દિવસ માટે હોય છે. એવામાં આગામી સાત દિવસ સુધી ટ્રમ્પ પોતાની ચેનલ પર કોઈ વીડિયો અપલોડ નહીં કરી શકે. સ્ટ્રાઇક ઉપરાંત તેમની ચેનલના કમેન્ટ સેક્શનને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર