હાઇકોર્ટના આદેશના પગલે ફરીથી યોજાશે ચૂંટણી

મતદાન પહેલા એક સભ્યની ધરપકડથી હાઇકોર્ટ નારાજ

ઉત્તર ગુજરાતમાં સતલાસણા તાલુકા પંચાયતની ચૂંટણી ફરીથી યોજાશે. ગુજરાત હાઇકોર્ટે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આઠ વર્ષ જુના એખ કેસમાં કોંગ્રેસ નેતાની ધરપકડને મામલે ભારે નારાજગી દર્શાવી છે. અને કાયદાનું શાસન બની રહે તથા ભવિષ્યમાં કોઇ આવું નકારાત્મક વલણ ન અપનાવે તે માટે ફરી ચૂંટણી જરૂરી છે.

આ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ ત્યારે ભાજપને સાત બેઠકો મળી હતી. કોંગ્રસને આઠ બેઠકો અને એક અપક્ષ જીત્યો હતો. સત્તા કબ્જે કરવા માટે ભાજપે આઠ વર્ષ જુના એક કેસમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યની મતદાન પહેલા ધરપકડ થઇ જતાં સત્તા મળે તેમ હતું, પરંતુ કોંગ્રેસે ભાજપ સરકારે ઇરાદા પૂર્વક કોંગ્રસને સત્તાથી દુર રાખવા આઠ વર્ષ જુના કેસમાં એકાએક ધરપકડ કરી છે.

હાઇકોર્ટના જસ્ટીસ જે.બી પારડીવાલા અને જસ્ટીસ વીડી નાણાવટીએ કોંગ્રેસ ઉમેદવારીની ધરપકડના મામલે ભારે નારાજગી દર્શાવી હતી. હાઇકોર્ટે સવાલ કર્યોો કે, આટલા વર્ષ સુધી કેમ ધરપકડ ના કરી અને આ સભ્ય મતદાન કરવા જાય તેની થોડીક મીનિટો પહેલા ધરપકડ કરવી તે યોગ્ય નથી. હાઇકોર્ટે ફરીથી ચૂંટણીનો આદેશ આપ્યો છે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી