દેશભરમાં OPPO પર પડેલા દરોડાના પગલે રાજકોટમાં પૂજારા ટેલિકોમ પણ રડારમાં…

આવકવેરાનું મોટું સર્ચ ઓપરેશન, રાજકીય કનેક્શનની ભારે ચર્ચા

ઓપો મોબાઇલ કંપની પર દેશવ્યાપી દરોડા પડ્યા છે. જેમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા પડ્યા છે. તેમાં ગુજરાતનાં ડીલર પર પણ તવાઇ આવી છે. જેમાં ગુજરાતમાં પુજારા ટેલિકોમ મુખ્ય ડીલર છે. તેથી રાજકોટનાં પુજારા ટેલિકોમ પર દરોડા પડ્યા છે.

છેલ્લા ત્રણેક માસથી ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા કાળું નાણુ શોધવા દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રિયલ એસ્ટેટ તેમજ ઉદ્યોગકારો ઉપર સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી રકમના બેનામી વ્યવહારો ઝડપાયા હતા. ત્યારે આજે સમગ્ર દેશભરમાં ઓપોના ડિલર સામે ઇન્કમટેક્ષે તવાઇ હાથ ધરી છે.

સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાતમાં મોબાઇલ વિક્રેતા તરીકે જુની પેઢી તરીકે જાણીતી બનેલ પુજારા ટેલીકોમ ઉપર આજે બપોરથી આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા ખળભળાટ મચી જવા પામેલ છે. પુજારા ટેલીકોમ ગુજરાતના મુખ્ય ડિલર હોવાનું જાણવા મળે છે.

આવકવેરા વિભાગની ટીમ દ્વારા રાજકોટના સરદારનગર મેઇન રોડ ઉપર આવેલ પુજારા ટેલીકોમ તેમજ હરિહર સોસાયટીમાં આવેલ પુજારા ટેલીકોમના માલિક યોગેશભાઇ પુજારા, રાહિલભાઇ પુજારાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ પુજારા ટેલીકોમની બ્રાંચ આવેલી છે. મોબાઇલ વિક્રેતા તરીકે પુજારા ટેલીકોમનું નામ ખૂબ મોખરે છે. પુજારા ટેલીકોમ ઉપર આવક વેરાના દરોડામાં રાજકોટનું કોઇ રાજકીય કનેકશન હોવાની ભારે ચર્ચા ચાલે છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી