ગણેશ વિસર્જન માટે પ્રથમ વખત શહેરનાં તળાવો નજીક કુંડ બનાવાશે

અમદાવાદના ઈતિહાસમાં પહેલી વખત ચાલુ વર્ષે ગણપતિ વિસર્જન માટે સાબરમતીનાં પટ ઉપરાંત ઘણા વિસ્તારમાં તળાવ કુંડ બનાવવામાં આવશે.તાજેતરમાં જુદા જુદા મંડળો, એસોસિએશન, મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ અધિકારીઓની મિટિંગ મળી હતી. જેમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા તેમજ દરેક મંડળ તેમના વિસ્તાર અથવા તો નજીકના વિસ્તારમાં જ મૂર્તિ વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થાના ભાગરૂપે તળાવોની આસપાસ જ કુંડ બનાવવામાં આવશે.

અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ ગણેશ ક્ષત્રિયએ જણાવ્યું કે, ચાલુ વર્ષે શહેરમાં 500 ગણપતિ મહોત્સવ થવાના છે. આ ઉપરાંત સોસાયટી તેમજ ઘરે લવાતા ગણપતિ સહિત અંદાજે 1 લાખ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. જો કે નદી તેમજ તળાવોમાં ગણપતિના વિસર્જન પર પ્રતિબંધ હોવાથી વિસર્જન માટે સાબરમતીનાં જુદા જુદા બ્રિજની નીચે અને પટમાં 30 કુંડ બનાવવામાં આવે છે.

આ 30 કુંડમાં જ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોવાથી ભારે ધસારો તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે ગણપતિ એસોસિએશન તેમજ જુદા જુદા મંડળોની મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે મળેલી મિટિંગમાં નદીના પટ ઉપરાંત દરેક વોર્ડ પ્રમાણે ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવાનો પ્રસ્તાવ ગણેશ ક્ષત્રિયએ મૂક્યો હતો. જેને પગલે ચાલુ વર્ષે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તળાવોની પાસે ગણપતિ વિસર્જન માટે કુંડ બનશે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી