September 20, 2021
September 20, 2021

પહેલી વાર બાઈડને શી જિનપિંગ સાથે કરી વાત

દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા થઈ હોવાનો દાવો

અમેરીકાના રાષ્ટ્રપ્રધાન જો બાઇડેને ચીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પોતાના સમકક્ષ શી જિનપિંગ સાથે વાત કરી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યુ છે કે, અમેરીકાના રાષ્ટ્રપતિએ ગુરુવારે 7 મહિનામાં પહેલી વાર પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે વાત કરી છે. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાઇડને જિનપિંગને સંદેશો મોકલ્યો છે કે અમેરિકા ઇચ્છે છે કે “બંને દેશો સ્પર્ધાત્મક બને, પરંતુ ભવિષ્યમાં બંને દેશો વચ્ચે આવી કોઈ પરિસ્થિતિ ન હોવી જોઈએ જ્યાં સંઘર્ષની પરિસ્થિતિઓ સર્જાઈ શકે.”

દ્રિપક્ષીય સંબંધોની ચર્ચા થઈ 

ચીનની મીડિયાના જણાવ્યા પ્રમાણે બંને દેશના નેતાએ તેમના દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી હતી. બીજી તરફ વાઈટ હાઉસ તરફથી પણ જાહેર કરવામાં આવ્યું કે જો બાઈડનની જિનપિંગ સાથે ચર્ચા થઈ હતી. બંને વચ્ચે જે પણ વાતચીત થઈ તેનો ઉદ્દેશ બેઈજિંગ અને વોશિંગટનમાં જે પણ દુશ્મનાવટ ચાલી રહી છે. તેનો અંત લાવવાનો હતો.

આપને જણાવી દઈએ કે બાઈડન જિનપિંગ વચ્ચે આ વાચચીત ત્યારે થઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતી પૂરી રીતે બદલાઈ ગઈ છે. કારણકે કાબુલ પર કબ્જો મેળવી લીધા બાદ તાલિબાન ટૂંક સમયમાં ત્યા સરકાર બનાવાનું છે. 

 53 ,  1