ઇતિહાસમાં પ્રથમ વાર મધ્ય રાત્રિ પછી પણ ગુજરાત વિધાનસભા ચાલુ રહી…

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભા ગૃહ મધરાત બાદ પણ ચાલુ રહ્યું હતું. 14મી વિધાનસભાનાં છેલ્લા દિવસે એટલે કે ગઇકાલે શુક્રવારે સત્ર 17.40 કલાક ચાલ્યાનો સૌથી લાંબા સમય સુધી કાર્યરત રાખવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને રાતના 3.40 સુધી ચાલ્યું હતું. સાથે જ છેલ્લા દિવસે એક નહીં પરંતુ 9-9 બિલ પાસ કર્યાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

સવારે 10 વાગ્યે આરંભાયેલી ગૃહની કાર્યવાહી મોટેભાગે 2.30 કલાકે પૂરી થઈ જતી હોય છે. પરંતુ શુક્રવારે હાથ ધરવામાં આવેલા સત્રમાં નવ બિલ રજૂ થયા હતા. જેમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક, ગણોત ધારાબિલ, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ, શહેરી વિકાસ સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલી હતી. જેને પગલે ગૃહ અડધી રાત વીત્યા બાદ પણ ચાલ્યું હતું. તેમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ જોડાયા હતા.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી