ભારતમાં પ્રથમ વખત પુરુષોની સરખામણીએ મહિલાની વસ્તીમાં વધારો

દેશમાં 1000 પુરુષો પર 1020 મહિલાઓ : NFHS સર્વે

દેશમાં પહેલીવાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધી છે. હવે દર 1,000 પુરુષોએ 1,020 સ્ત્રીઓ છે. આઝાદી પછી પણ આ પ્રથમ વખત છે જ્યારે પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000થી વધુ થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં આ આંકડો સામે આવ્યો છે. અગાઉ 2015-16માં હાથ ધરાયેલા NFHS-4માં, આ આંકડો દર 1,000 પુરુષોએ 991 સ્ત્રીઓનો હતો.

આંકડામાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હવે 1000 પુરુષો પર 1020 મહિલાઓ છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રજનન દરમાં ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ આંકડા જારી કર્યા છે. જણાવી દઈએ કે NFHS મોટા પાયા પર થનારું સર્વેક્ષણ છે. જેમાં દરેક પરિવારના સેમ્પલ લેવામાં આવે છે.

આ આંકડાથી એ સ્પષ્ટ છે કે ભારતમાં જ્યારે મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યારે આની પહેલા સ્થિતિ કંઈક અલહ હતી. 1990માં 1000 પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા માત્ર 927 હતા. વર્ષ 2005-06 માં ત્રીજા NHFS સર્વેમાં આ 1000-1000 ની સાથે બરાબર થઈ છે આ બા 2015-16માં ચોથા સર્વેમાં આ આંકડો ફરી ઘટીને ગયો. 1000 પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા 991 હતી. પરંતુ પહેલી વાર મહિલાઓની સંખ્યા પુરુષો કરતા વધારે છે.

78.6 ટકા મહિલાઓ પોતાનું બેંક ખાતુ ઓપરેટ કરે છે. 2015-16માં આ આંકડો 53 ટકા હતો. ત્યારે 43.3 મહિલાઓના નામ પર કોઈ ને હોઈ પ્રોપર્ટી છે. જ્યારે 2015-16માં આ આંકડો 38. 4 ટકા હતો માસિક ધર્મ દરમિયાન સેનેટેશન ઉપાયો વાળી મહિલાઓની સંખ્યા 57.6 ટકાથી વધીને 77.3 ટકા થઈ છે. જો કે બાળકો અને મહિલાઓમાં એનિમિયાની મોટી ચિંતા બની છે. 67.1 ટકા બાળકો અને 15થી 49 વર્ષની 57 મહિલાઓ એનિમિયાથી પીડિત છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી