IPLના ઈતિહાસમાં પ્રથમ વાર આજે એક જ ટાઈમે મેચની “ડબલ મજા”

7:30 વાગ્યે 4 ટીમો ટકરાશે, ક્રિકેટ રસિયાઓ માટે ગુડ ફ્રાઈડે

IPLના ઈતિહાસમાં આજે એવું બનવા જઈ રહ્યું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી. 4 ટીમો એક જ સમયે બે અલગ અલગ સ્થળોએ એકબીજા સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદની ટીમ અબુ ધાબીમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની ટીમો દુબઈમાં મેચ રમશે. બંને મેચ એક જ સમયે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

આઈપીએલમાં આજે એવું બનવા જઈ રહ્યું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી. આ લીગમાં આજે બે મુકાબલા એક જ સમયે રમાશે. ઘણી વખત એવું બને છે જ્યારે લીગ સ્ટેજના અંતિમ મુકાબલાના પરિણામ પર આગલા તબક્કાની ટીમની પસંદગી નિર્ભર હોય છે આવામાં કોઈ પણ પ્રકારની ફિક્સિગં કે કોઈ પ્રકારના વિવાદોથી બચવા માટે આવો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે.

જ્યાં અંતિમ દિવસે એક સમયે લીગ તબક્કાના બે અથવા તેનાથી વધુ મુકાબલા એક સાથે શરૂ થાય છે. દુનિયાની અનેક રમતોની મોટી લીગ્સ અને ટૂર્નામેન્ટમાં આ પ્રકારનો કાર્યક્રમ સામાન્ય વાત છે પરંતુ આઈપીએલમાં પહેલી વખત આ ફોર્મ્યુલાને અપનાવાયો છે. આજે સાંજે 7:30 વાગ્યાથી મુંબઈ-હૈદરાબાદ અને દિલ્હી-બેંગ્લોર વચ્ચે મેચ રમાશે.

દિલ્હીની ટીમ હાર છતાં ટોપ પર યથાવત રહેશે. જો કે એવું પણ સંભવ છે કે મોટી જીત સાથે બેંગ્લોર બીજા નંબરે પહોંચી જશે પરંતુ આ માટે કોહલીની ટીમે ચમત્કારીક પ્રદર્શન કરવું પડશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી