ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાતા જ ગુજરાત સરકાર એલર્ટ

મુખ્યમંત્રીએ તાત્કાલિક બોલાવી બેઠક

ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે, જ્યારે જામનગર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.

ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તકથી આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયુ છે. ગુજરાતમાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં બેઠકનો દોર શરૂ થયો છે. ગાંધીનગરમાં તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગની બેઠક મળી છે. હવે આ ચર્ચા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમજ ગુજરાતમાં કયા કયા પગલા લઈ શકાય અને નિયંત્રણો લગાવવાના મામલે પણ મહત્વની ચર્ચા થઈ શકે છે. 

 ઓમિક્રોનનો વેરિયન્ટ ગુજરાતમાં એક્ટિવેટ થતા જ જામનગરના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરનો શખ્સ ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમાં ઓમિક્રોન મળી આવતા આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે. 

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી