રિયલ એસ્ટેટ સેક્ટર માટે સરકારે કરી મોટી જાહેરાત, 10 હજાર કરોડના ફન્ડ આપશે

નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આજે મોટી જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં અટકેલા હાઉસિંહ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવાનો નિર્ણય કર્યો છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે સસ્તી અને સરળ શરતો પર ફન્ડ આપવામાં આવશે. તેમાં અફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને ફાયદો મળશે. તેમણે કહ્યું કે જે પ્રોજેક્ટ NPA થઇ ગયા છે અથવા તો NCLTમાં છે તેમને પણ તેનો ફાયદો મળશે.

પ્રાપ્ત માહિતી મુજબ,મકાનોના નિર્માણને પૂર્ણ કરવા માટે સરકાર એક વિશેષ વિન્ડો સ્થાપિત કરશે. આ કામમાં સરકાર પોતાના તરફથી દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમાં 10 હજાર કરોડ રૂપિયા સ્ટેટ બેન્ક અને ભારતીય જીવન વીમા નિગમ પાસેથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 5 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર