અમરાઇવાડીમાં સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ, નરાધમે જાનથી મારી નાખવાની આપી ધમકી

એકલતાનો લાભ લઈ યુવકે સગીરાને પીખી નાખી

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ હવે છાશવારે બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ ફરી વધવા લાગી છે. અમરાઇવાડી વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જાણકારી પ્રમાણે, અમરાઇવાડી વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. નરાધમે એકલાતોનો લાભ લઇ સગીરાને પીખી નાખી હતી. બળજબરીપૂર્વક સગીરાને બાથમાં લઇ છાતી પર હાથ ફેરવી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં અમરાઇવાડી પોલીસે સગીરાની ફરિયાદ લઈ આરોપી સામે તજવીજ હાથ ધરી છે.

ફરીયાદ મુજબ, અમરાઇવાડી વિસ્તારમાં આવેલ માધવલાલ કુમ્ભારની ચાલીમાં પરિવાર સાથે રહેતી 15 વર્ષીય સગીરા તેની નાની બહેન સાથે ઘરમાં એકલી હતી. આ દરમિયાન વસ્ત્રાલ ખાતે રહેતો આરોપી નિરજ વર્મા આવી પહોચ્યો હતો. સગીરા પર દાનત બગાડનાર નરાધમે નાની બહેનને 10નો સિક્કો આપી પડીકું લેવા બહાર મોકલી હતી. ત્યાર બાદ આરોપીએ સગીરા સાથે ગંદી હરકત શરૂ કરી હતી. સગીરાને બળજબરીપૂર્વક બાથમાં લઇ છાતી પર હાથ ફેરવ્યા હતાં. સગીરા કઈ સમજે તે પહેલા નરાધમે હવસનો શિકાર બનાવી દીધી હતી. નરાધમે નિરજે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું.

સગીરાના માતા પિતા શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. પરિવારમાં 15 અને 5 વર્ષની બે નાની દીકરીઓ અને એક દીકરો છે. સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વસ્ત્રાલ ખાતે રહેતો અને અમરાઇવાડી ન્યુ કોટન મિલ ખાતે કામ કરતો નિરજ વર્મા નામનો યુવક તેમના ત્યાં બટાકા- ડુંગળી લેવા અવારનવાર આવતો હતો. સવારના સુમારે માતા-પિતા દીકરાને લઈ બટાકા ડુંગળી લેવા ગયા હતા અને બંને બહેનો ઘરે એકલી હતી. દરમ્યાનમાં નીરજ વર્મા ઘરે આવ્યો હતો. નાની છોકરીને 10 રૂપિયા આપી પડીકું લેવા બહાર મોકલી હતી. બાદમાં સગીરાનો હાથ પકડી તેના ગાલ પર કિસ કરી હતી બાદમાં શરીરે અડપલાં કરવા લાગ્યો હતો

સગીરાએ ધક્કો મારવા છતાં બળજબરીપૂર્વક સગીરાના કપડાં કાઢી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. આ અંગે સગીરાએ સમગ્ર આપવીતી માતા-પિતાને જનાવી હતી. ત્યારબાદ માતા-પિતાએ અમરાઇવાડી પોલીસ મથકે આરોપી નિરજ વર્મા સામે ફરિયાદ નોધાવી કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.

 39 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર