ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ વરસાદ ખાસ કરી ને ઉત્તર ગુજરાતમાં પડશે અને સાથે ઉત્તર ગુજરાતને નજીકનાં જિલ્લા અને મધ્ય ગુજરાત અને કાઠિયાવાડમાં પણ ભારે વરસાદ પડશે.28 તારીખ વહેલી સવારે આ વરસાદી ચક્ર ઇન્દોર મધ્ય પ્રદેશ માંથી પ્રવેશ કરશે જે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમાં દાહોદ વડોદરા પંચમહાલ વગેરે અને ત્યાર બાદ 29 તારીખનાં રોજ સાબરકાંઠા અરવલ્લી થઈને મહેસાણા પાટણ અને બનાસકાંઠા માંથી પસાર થઈ ને કચ્છ માં થઇ ને પાકિસ્તાન તરફ 31 તારીખ રાત સુધીમાં જતું રહેશે.

આ સાથે ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પુરા ગુજરાતમાં રહેશે.આ સમયગાળા માં એટલે કે ખાસ કરી ને 30 અને 31 તારીખનાં રોજ ભારે વરસાદ રહેશે. જે મહેસાણા, પાટણ, પાલનપુર, બેચરાજી, ચાણસ્મા, હારીજ, રાધનપુરમાં અતિ ભારે વરસાદ પડશે. જે અંદાજીત 180 મિલિમિટર એટલે કે 7 ઇંચ જેટલો વરસાદ પડશે. સક્રિય સિસ્ટમ જો વધુ મજબૂત બને તો સમયગાળો લંબાઈ શકે છે અને સાથે વધુ વરસાદ પડી શકે છે..

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી